• શુક્રવાર, 01 મે, 2026

તાઇમાનું શિક્ષણ, માનવસેવા માટે યોગદાન અદ્વિતીય

કોડાય (તા. માંડવી), તા. 30 : હરિપર વીરાયતન ખાતે આચાર્યા ચંદનાજી મારાજ (તાઈમા)ની સ્મૃતિમાં સાધ્વી શિલાપીજી મહારાજના સાંનિધ્યમાં યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં તેમના માનવસેવા માટના અવિરત સમર્પણને યાદ કરાયું હતું. શ્રદ્ધાંજલિ સભાના પ્રારંભે સાધ્વી સુમેધાજી દ્વારા સ્તવન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ કચ્છી જૈન સંઘો આઠ કોટી મોટી પક્ષ, આઠ કોટી નાની પક્ષ, અચલગચ્છ જૈન સંઘ, છ કોટી મોટી પક્ષ, બિદડા સર્વોદય ટ્રસ્ટ, વી.આર.ટી.આઈ., માનવ મંદિર, જૈન જાગૃતિ સેન્ટર, જૈન સોશિયલ ગ્રુપ, માંડવી તથા ભુજના પ્રતિનિધિઓ, જામનગર, રાજકોટ, મુંબઈ અને અમદાવાદથી વીરાયતનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવનીત પબ્લિકેશન્સ, સ્થાનકવાસી છ કોટી જૈન સંઘ, આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ, જૈન જાગૃતિ સેન્ટર વગેરે સંસ્થાઓ તરફથી શોકસંદેશનું સભામાં વાચન કરાયું હતું. માનવ મંદિર પ્રણેતા દિનેશમુનિ મહારાજે ઊંડો આધ્યાત્મિક અભિપ્રાય વ્યક્ત કરી તાઈમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પણ ઉપસ્થિત રહી તાઈમાના માનવતા, શિક્ષણ અને કરુણાસભર સેવાકાર્ય પ્રત્યેના અદ્વિતીય યોગદાનને યાદ કર્યા હતા. પૂજ્ય સાધ્વી શિલાપીજીએ પૂજ્ય તાઈમાના કરુણાસભર, સેવામય અને આધ્યાત્મિક શક્તિથી પરિપૂર્ણ અસાધારણ જીવનનું સ્મરણ કરાવ્યું હતું. શ્રદ્ધાંજલિ સભા દરમિયાન ચંપાલાલજી, વિજયભાઈ છેડા, ડો. કૌશિક એચ. શાહ, વીરાયતનની શૈક્ષણિક સંસ્થાઓના પ્રિન્સિપાલ ડો. મહેશ સેઘાણી અને ધવલ રાઠોડ, ડીન ડો. ભાવેશભાઈ શાહ, અરાવિંદભાઈ, ડો. જે. જે. રાવલ, ગીતાબેન, વૈશાલી સંઘાર, અનિલ જૈન તથા ઋતુ જૈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમનું જીવન પીડિતો માટે આશાની કિરણ, નિરાધારો માટે શક્તિનો સ્ત્રોત અને આત્મજાગૃતિના માર્ગે આગળ વધતા સાધકો માટે પ્રેરણાદાયી દીપસ્તંભ સમાન હતું-એવોભાવસભર ઉલ્લેખ વક્તાઓ કરાયો હતો. 

Panchang

dd