• શુક્રવાર, 01 મે, 2026

ભુજમાં ખાણ ઉદ્યોગના પ્રશ્નો, સલામતી સહિતના મુદ્દે ચર્ચા

ભુજ, તા. 30 : સરકારી પોલિટેકનિક ભુજના માઇનિંગ એન્જિનીયારિંગ વિભાગ દ્વારા માઇનિંગ એન્જિનીયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા સ્ટુડન્ટ ચેપ્ટર હેઠળ કરન્ટ ઈન્ડસ્ટ્રિયલ ઈશ્યુ એન્ડ ફ્યુચર ટ્રેન્ડ્સ ઈન માઈનિંગ એન્જિનીયરિંગ વિષય પર ટેકનિકલ સિમ્પોઝિયમનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 87 પ્રતિભાગીએ ભાગ લીધો હતો.  કાર્યક્રમમાં ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રના આગેવાનો પ્રદીપ કોઠારી, એમઈએઆઈ અમદાવાદ ચેપ્ટર મંત્રી એ. બી. દાની  ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઇન્ચાર્જ આચાર્ય એસ. એચ. વોરા રહ્યા હતા, એચઓડી એસ. જી. શ્રીવાસ્તવ દ્વારા સ્વાગત તથા સિમ્પોઝિયમનું મહત્ત્વ સમજાવાયું હતું. સંસ્થાના આચાર્ય જી. વી. લખાણીનાં માર્ગદર્શન અને પ્રેરણાથી કાર્યક્રમનું આયોજન કોર્ડિનેટર એસ. એન. હેરુવાલા અને કો-કોર્ડિનેટર  સી. વી. ઠાકોર દ્વારા કરાયું હતું. માઇનિંગ વિભાગનો સ્ટાફ તથા વિદ્યાર્થી સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી. બે ટેકનિકલ સત્રોમાં ખાણ ઉદ્યોગના વર્તમાન પ્રશ્નો, સલામતી, પર્યાવરણ અને આધુનિક ટેકનિક્સ જેવા વિષયો પર પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉદ્યોગ નિષ્ણાતો સાથે સંવાદ કર્યો હતો. આ સિમ્પોઝિયમ વિદ્યાર્થીઓ માટે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેનો સેતુ સાબિત થયો હોવાનો ભાવ વ્યક્ત કરાયો હતો. 

Panchang

dd