કોટડા-ચ. (તા. ભુજ), તા. 30 : અહીંની સારસ્વત
સ્કૂલના નવનિર્માણનું લોકાર્પણ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને દાતાઓના
દાન થકી અંદાજે સાડા ત્રણ કરોડના ખર્ચે બંધાયેલ ભવ્ય નવા શૈક્ષણિક સંકુલને ખુલ્લું
મૂકવાનો લોકાર્પણ કાર્યક્રમ શિક્ષણમંત્રી ત્રિકમભાઇ છાંગા, શાળાના પ્રથમ આચાર્ય રામજીભાઇ પટેલ સહિત મહાનુભાવોની
હાજરીમાં તા. 2/5થી તા. 3/5ના યોજાશે. સારસ્વત સંચાલિત
માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા સંલગ્ન સરસ્વતી શિક્ષા સાધના ટ્રસ્ટ અડધી સદી વટાવી
ચૂકેલા આ હાઇસ્કૂલના શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ તેમજ હાઇસ્કૂલમાં ભણી ગયેલા પાંચ દાયકા
દરમ્યાન સહપાઠીઓનું સ્નેહમિલન પણ છે. કરોડોના ખર્ચે બંધાયેલા સંકુલના નિર્માણમાં 51 લાખ સ્વ. ડો. એ. ડી. અતેવાર
પરિવાર તરફથી અપાયા છે. તા. 2/5ના વાસ્તુ
પૂજન, ભૂ.પૂ. વિદ્યાર્થીઓનું સ્નેહમિલન, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, રવિવાર તા. 3/5ના દાતાઓનાં સન્માન સહિતના
કાર્યક્રમ યોજાશે. વિજયાલક્ષ્મીબેન શેઠ, ડો. વી. વિજયકુમાર, મુલેશભાઇ દોશી, આચાર્ય ભરત પટેલ, નિમંત્રક સારસ્વતમ્ સંસ્થા સરસ્વતી
શિક્ષા સાધના ટ્રસ્ટ કોટડા ચકાર તરફથી શિક્ષણપ્રેમીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો
છે.