ગાંધીધામ, તા. 18 : પૂર્વ કચ્છમાં જુદા-જુદા ત્રણ
સ્થળે પોલીસે દરોડો પાડીને રૂા. 75262નો અંગ્રેજી
દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં ચાર આરોપીની ધરપકડ થઈ હતી. રાપર તાલુકાના મોટી હમીરપર ગામમાં આરોપી હિતેશ વેલજીભાઈ સોઢા રાજપૂતે
ગોહિલવાસમાં પોતાના કબજાનાં મકાનમાં
દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમી આધારે પોલીસે અહીં છાનબીન
હાથ ધરી હતી. દરમ્યાન અહીંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 એમએલની એક બોટલ કિં. રૂા.3400, 180. એમએલના ક્વાર્ટર નંગ 25 કિં. રૂા. 25850 તથા બીયર ટીન નંગ 37 કિં. રૂા. 8140, એક મોબાઈલ ફોન સહિત કુલ રૂા.
42390નો મુદ્દામાલ હસ્તગત લેવાયો
હતો. આ કાર્યવાહીમાં આરોપી હિતેશની ધરપકડ થઈ હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ભચાઉ પોલીસે દારૂનો વધુ એક દરોડો પાડયો હતો. આરોપી માવજી દેવરાજભાઈ કોળી (રહે. શાંતિનગર પ્લોટ વિસ્તાર, સામખિયાળી, તા. ભચાઉ)મુંબઈથી
ટેનમાં દારૂ લઈને ભચાઉ રેલવે સ્ટેશનમાં ઉતરી કસ્ટમ બ્રિજ પાસે આવવાનો હોવાની બાતમીના
આધારે પોલીસે આ શખ્સને રોકાવીને તેને તપાસ્યો હતો. દરમ્યાન આરોપીના કબજાના થેલામાંથી
ભારતીય બનાવટના 70 બીયર ટીન
મળી આવ્યાં હતાં, જેની કિં.
રૂા. 15400 આંકવામાં આવી હતી. પોલીસે કુલ
રૂા. 20400ના મુદ્દામાલ સાથે તહોમતદાર
માવજીની ધરપકડ કરી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મીઠીરોહર ઈદગોર સોસાયટીમાં રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટની દારૂના 180 એમએલના 56 ક્વાર્ટરિયા કબજે લીધાં
હતાં, જેની
કિંમત રૂા. 17472 અંાકવામાં આવી હતી. ગુનામાં આરોપી ફારૂક કાસમ સોઢા, ઈસ્માઈલ જુમા સોઢાની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ
હાથ ધરી છે.