• રવિવાર, 19 એપ્રિલ, 2026

કચ્છમાં 37 હજાર હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર

ભુજ, તા. 17 : કચ્છમાં હાલે 37 હજાર જેટલા હેકટરમાં ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર કરાયું છે, જેમાં સૌથી વધુ ઘાસચારો, મગફળી, બાજરી, તલ અને શાકભાજીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાંથી પ્રાપ્ત વિગતો મુજબ ખેડૂતો દ્વારા 37159 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાં સૌથી વધુ 16216 હેકટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે, તો 5462 હેકટરમાં બાજરી, 5399 હેકટરમાં મગફળી, 2026 હેકટરે તલ, 4764 હેકટરમાં શાકભાજી, 1038 હેકટરમાં મગ અને 1776માં અન્ય પાકોનું નોંધપાત્ર વાવેતર થયું છે, જ્યારે 413માં ગુવાર, ડુંગળી, અડદ અને શેરડીનું 20-20 હેકટરમાં અને પાંચ હેકટરે મકાઈનું વાવેતર કરાયું છે. તાલુકાવાઈઝ વાત કરીએ તો ભુજ તાલુકામાં 6050 હેકટર જેમાં 2444 ઘાસચારો અને 1021 હેકટરે શાકભાજી ઉપરાંત બાકીમાં અન્ય પાકો, ભચાઉમાં 5085 હેકટર પૈકી 2995માં ઘાસચારો અને 1185 હેકટરે બાજરી તેમજ મગફળી, તલ અન્ય પાકો, અબડાસામાં 1881 હેકટરમાં બાજરી, 1106 મગફળી અને બાકીમાં ઘાસચારો, તલ અને શાકભાજી, નખત્રાણામાં 4203 હેકટર પૈકી 1354માં ઘાસચારો, 1630માં મગફળી જેવા મુખ્ય પાક અને બાકીમાં બાજરી, તલ, શાકભાજી મગ, ગુવાર અને અન્ય પાકો, અંજારમાં 4085 હેકટર પૈકી 1930માં ઘાસચારો અને 1410માં શાકભાજી જ્યારે 480માં તલ, 140માં મગફળી અને 75 હેકટરમાં બાજરી તેમજ અન્ય પાકો, માંડવીમાં 3903 હેકટરમાંથી 2170માં ઘાસચારો, 1028માં શાકભાજી, 600માં બાજરી અને બાકીમાં અન્ય પાકો, મુંદરામાં 4009 પૈકી 1890માં ઘાસચારો અને 1136માં બાજરી સિવાય બાકીમાં મગ, અડદ, તલ તેમજ અન્ય પાકો, રાપરમાં 2550 હેકટરમાંથી 1870માં ઘાસચારો સિવાય બાકીમાં અન્ય પાકોનું વાવેતર કરાયું છે, જ્યારે  લખપતમાં 2496 હેકટર પૈકી 1451માં મગફળી સિવાય બાકીમાં બાજરી, મગ, તલ, ગુવાર અને શાકભાજી વવાયા છે, તો સૌથી ઓછી ખેતીની જમીન ધરાવતા ગાંધીધામમાં માત્ર 120 હેકટરમાં વાવેતર કરાયું છે જેમાં 100 હેકટરે ઘાસચારો, 15 હેકટરે શાકભાજી અને પાંચ હેકટરે ગુવારગમનું વાવેતર થયું છે. 

Panchang

dd