• રવિવાર, 19 એપ્રિલ, 2026

ભુજમાં સંસ્થા દ્વારા એક હજાર ચકલીઘર તથા પાણીનાં કૂંડાં અપાયાં

ભુજ, તા. 18 : ગરમીનું પ્રમાણ વધારે હોવાથી ચકલી અને પક્ષીઓને રાહત થાય તે હેતુથી મુસ્લિમ સમાજ ગ્રુપ દ્વારા ભીડ નાકા બહાર અમનનગર સર્કલ ખાતે 1000 નંગ મફત ચકલીઘર અને પાણીનાં કૂંડાંનું વિતરણ કરાયું હતું અને આયોજકો દ્વારા સાર્વજનિક વૃક્ષોમાં કૂંડાં લગાવવામાં આવ્યાં હતાં. કૂંડાંઓના દાતાઓ તોસીફભાઈ ઈબ્રાહીમ ખત્રી, મુસ્તાકભાઈ એ. ભટ્ટી, બશીર અહેમદ સમા, બીલાલ એ. કેવર, સમીર ચાકી રહ્યા હતા. ખેરાજ મામા મહેશ્વરી, રાજુભાઈ સિંધી, રમજુભાઈ ધોસા, મામદભાઈ સમા, મેમુદ ખોડ સહયોગ આપ્યો હતો. આયોજન અબ્દુલ કાસમ કેવર, ફારૂક પેઈન્ટર, કૈફ મોખા, જુસબ અલીમામદ ચાકી, અમન વાગડિયા, અબ્બાસ હસણિયા, અઝીમ સુમરાએ કર્યું હતું. 

Panchang

dd