નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કરતા કોંગ્રેસે શનિવારે કહ્યું હતું કે, આદર્શ આચારસંહિતા લાગુ હોવા છતાં, એક `િનરાશ અને
હતાશ' વડાપ્રધાને રાષ્ટ્રજોગ સત્તાવાર સંબોધનને રાજકીય
ભાષણમાં ફેરવી નાખ્યું. એક્સ પરની એક પોસ્ટમાં, કોંગ્રેસ પ્રમુખ
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, છેલ્લાં 12 વર્ષથી બતાવવા માટે કંઈ અર્થપૂર્ણ
ન હોય તેવા `િનરાશ અને હતાશ' વડાપ્રધાને રાષ્ટ્રને આપેલાં સત્તાવાર સંબોધનને
`ગંદકી અને સ્પષ્ટ જૂઠાણા'થી ભરેલાં રાજકીય ભાષણમાં ફેરવી નાખ્યું. `આદર્શ આચારસંહિતા પહેલાથી જ અમલમાં છે, છતાં વડાપ્રધાને તેમના વિરોધીઓ પર હુમલો કરવા
માટે સત્તાવાર મશીનરીનો કેવી રીતે દુરુપયોગ કર્યો. આ લોકશાહી અને બંધારણની મજાક છે.'
ખડગેએ કહ્યું. તેમણે કહ્યું હતું કે, `મોદીજીએ કોંગ્રેસનો ઉલ્લેખ 59 વખત કર્યો અને મહિલાઓનો બહુ
જ થોડી વાર. મહિલાઓ ભાજપની પ્રાથમિકતા નથી. કોંગ્રેસ હંમેશાં મહિલા અનામતને ટેકો આપે
છે. `અમે જ તે પક્ષ હતા, જેણે 2010માં રાજ્યસભામાં મહિલા અનામત
બિલ પસાર કર્યું હતું, જેથી તે રદ
ન થાય. ભાજપ લોકસભામાં તે બિલ પસાર કરાવી શક્યું નહીં. તેઓ 2023માં બીજું બિલ લાવ્યા, અને કોંગ્રેસ પાર્ટીએ તેને પણ ટેકો આપ્યો. તે
બિલ હજુ પણ અસ્તિત્વમાં છે. હકીકતમાં તે 16 એપ્રિલના સૂચિત કરવામાં આવ્યું હતું, જ્યારે લોકસભા આ સીમાંકન બંધારણીય સુધારા બિલો
પર ચર્ચા કરી રહી હતી.