હૈદરાબાદ, તા.17 : શનિવારની રાત્રે બે વિરોધાભાસી
સ્વભાવની ટીમ આમને-સામને હશે. આથી ફટાફટ ક્રિકેટનો આ મુકાબલો રસપ્રદ બની રહે તેવી પૂરી
સંભાવના છે. એક તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલા દડાથી જ હલ્લાબોલ કરીને હરીફ ટીમ પર આક્રમક
અંદાજમાં તૂટી પડવાનો અભિગમ ધરાવે છે તો બીજી તરફ હશે ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ. હરીફ
ટીમ પર ઠંડા કલેજે ત્રાટકે છે. સીએસકેએ હારની હેટ્રિક પછી ઉપરાઉપરી બે જીત સાથે રફતાર
પકડી લીધી છે જ્યારે સનરાઇઝર્સનો દેખાવ સતત ઉપર-નીચે થઇ રહ્યો છે. સીએસકેની ચિંતા કપ્તાન
ઋતુરાજ ગાયકવાડનું ખરાબ બેટિંગ ફોર્મ છે. જો કે પ્રારંભની નિષ્ફળતા સંજૂ સેમસનની બેટિંગ
નિખરી છે. નિયમિત સુકાની પેટ કમિન્સની ગેરહાજરીમાં ઇશાન કિશન સનરાઇઝર્સની બાગદોર સંભાળી
રહ્યો છે. આ જવાબદારી છતાં તેની બેટિંગમાં કોઇ દબાણ નથી આવ્યું.