ભુજ, તા. 18 : રૂા. 6.50 લાખના ચેક પર ફરવાના કેસમાં
આરોપી નીતિન શંકરલાલ ભાનુશાલી (રહે. ભુજ)ને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ તથા
બમણા જેવું વળતર રૂા. 12.35 લાખ ચૂકવવા
હુકમ કર્યો છે. ફરિયાદી અરવિંદ શંભુલાલ ભાનુશાલી (ભુજ) અને આરોપી નીતિન શંકરલાલ ભાનુશાલી
(ભુજ) એક જ જ્ઞાતિના હોઈ અવાર-નવાર મળતા હતા. આરોપીને નાણાકીય ભીડ આવતા અરવિંદ પાસેથી
રૂા. 6.50 લાખ હાથઊછીના લીધા હતા, જેના બદલામાં ચાર ચેક આપ્યા હતા, પરંતુ અપૂરતા ફંડના લીધે પરત ફરતાં કેસ દાખલ કરાયો હતો. ચીફ જ્યુ. મેજિ. ભુજ
દ્વારા આરોપીને કસૂરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ અને આ રકમ ન ચૂકવે, તો વધુ બે માસની કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદીના એડવોકેટ તરીકે અવનિશ
જે. ઠક્કર તથા સલીમ એસ. ચાકી હાજર રહ્યા હતા.