માંડવી, તા. 18 : આજના સમયમાં યુવાનોમાં હૃદયરોગના
વધતાં પ્રમાણને ધ્યાનમાં રાખીને શાંતિનિકેતન ફાઉન્ડેશન તથા વી.આર.ટી.આઈ.ના સંયુક્ત
ઉપક્રમે કચ્છમિત્રના પ્રચાર પ્રસાર માધ્યમથી કાર્ડિયોલોજિસ્ટ ડો. રમેશભાઈ કાપડિયાના
માર્ગદર્શન હેઠળ `હૃદયરોગ અટકાવો' મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ મહાઅભિયાન
અંતર્ગત કેમ્પમાં સંસ્થાના પરિવાર સભ્યોના 10 વિવિધ પ્રકારના આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં, જેમાં 65 લોકો જોડાયા હતા. યુવાનોમાં
વધતા હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. નિષ્ણાતોના મત અનુસાર, સમયસર અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવી સૌથી અસરકારક
પગલું છે. વી.આર.ટી.આઈ. પ્રોજેક્ટ સંયોજક રમેશ નંદાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં હૃદયરોગ એક ગંભીર પડકાર બની રહ્યો છે. શાંતિનિકેતન ફાઉન્ડેશનના નિલાબેન
દોશી ઉપસ્થિત રહ્યા હતા. ડો. હિમાની પટેલ, અંશ પારેખ,
ભાવેશ ચાવડા, કલ્પના મકવાણા, ધવલ ચાવડા અને ભગત લેબની ટીમે સહયોગ આપ્યો હતો. વી.આર.ટી.આઈ.ના પ્રોજેક્ટ સંયોજક
માર્ગદર્શન હેઠળ રમેશ ગોર, ગોરધન પટેલ, તેજાભાઈ ચૌધરી, કપિલ ગોર, મયૂર
રૂપેરા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ડો. આદિત્ય ચંદારાણા અને ડો. હિમાની પટેલ દ્વારા
હૃદયરોગ અંગે જાગૃતિ અને માર્ગદર્શન અપાયું હતું. ડો. ધવલભાઈ દોશી દ્વારા પ્રિવેન્ટિવ
કાર્ડિયોલોજી વિષયક માર્ગદર્શન અપાશે. સંસ્થાના સીઈઓ કમલેન્દુ ભક્તના નેતૃત્વ હેઠળ
આ અભિયાનમાં માંડવી ઉપરાંત નલિયા અને ખાવડા કેન્દ્રો સાથે સમગ્ર પરિવાર જોડાયા હતા.