• રવિવાર, 19 એપ્રિલ, 2026

ભચાઉમાં ટ્રકે મોટરસાઈકલને હડફેટે લેતાં યુવાનનું મૃત્યુ

ગાંધીધામ, તા. 18 : ભચાઉમાં પૂરઝડપે ટ્રકે મોટરસાઈકલ ચાલકને હડફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત  તાજમામદ નૂર મામદ ત્રાયા(ઉ.વ.20)નું મૃત્યુ થયું હતું. અકસ્માતનો આ બનાવ આજે બપોરે 1.15 વાગ્યાના અરસામાં  પટેલ શો-રૂમ તથા વેરાઈ ગેસ્ટ હાઉસની વચ્ચે  સર્વિસ રોડ ઉપર બન્યો હતો. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કેટ્રક નં. જીજે-12-બી-ઝેડ- 6411ના ચાલકે બેદરકારીપૂર્વક  વાહન  ચલાવીને મોટરસાઈકલ જીજે-39-કયુ- 9826ને ટક્કર મારી હતી, જેમાં  મોટરસાઈકલ ચાલક  તાજમામદને માથાંના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં આંખો  મીંચી લીધી હતી. પોલીસે મૃતકના ભાઈ અભરામ નૂરમામમદ ત્રાયાની ફરિયાદના  આધારે  ગુનામાં સામેલ આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.  

Panchang

dd