• રવિવાર, 19 એપ્રિલ, 2026

સંતવાણીમાં એકત્રિત 13.11 લાખ ગાયોના લાભાર્થે વાપરવા જાહેરાત

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 18 : સામાજિક, ધાર્મિક પ્રસંગોએ યોજાતા સંતવાણી, રાસગરબા, લોકડાયરા સહિતના કાર્યક્રમોમાં થતી ઘોરની રકમ ગૌસેવામાં ઉપયોગમાં લેવાની ગામની પરંપરા અંતર્ગત મોટા ભાડિયા ખાતે સંતવાણીમાં એકત્ર કરાયેલા રૂા. 13.11 લાખ ગૌસેવા વિકાસ ટ્રસ્ટ-મોટા ભાડિયાને અર્પણ કરાયા હતા. કશ્પય શાત્રી, ભીમસેન શાત્રીએ આર્શીવચન આપતા જણાવ્યું હતું કે, જગતમાં સામે પાર કરી જીવન સફળ કરવું હોય, તો ગૌસેવા ઉત્તમ ઔષધી છે. તેને જીવનમાં વણી લેવા શીખ આપી હતી. ગામસેવકો રાણશીભાઈ જેઠાભાઈ ગઢવી, મંગલભાઈ મૂરજીભાઈ ગઢવી, ગોપાલભાઈ મૂરજી, વરજાંગભાઈ વીધાણી, કેશવભાઈ પચાણભાઈ ગઢવી તથા આઈ કૃપા દેવરાજભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી, શ્યામભાઈ ગઢવી વિ. કલાકારો દ્વારા સંતવાણી યોજાઈ હતી.  આ સંતવાણીમાં થયેલી ઘોરની રકમ રૂા. 13.11 લાખ ગાયોના લાભાર્થે ઉપયોગમાં લેવાની જાહેરાત કરી મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ પચાણભાઈ, મૂરજીભાઈ તથા અરજણભાઈની ઉપસ્થિતમાં અર્પણ કરાઈ હતી. સંચાલન કરસન ગઢવી અને આભારવિધિ કરમણ મૂરજીભાઈ ગઢવીએ કરી હતી. 

Panchang

dd