• બુધવાર, 15 એપ્રિલ, 2026

નરામાં ટ્રેક્ટર ધીમું હાંકવાનું કહેતાં આધેડ ઉપર હુમલો

ગાંધીધામ, તા. 14 : ભચાઉના નરા ગામમાં ટ્રેક્ટર ધીમું હાંકવાનું કહેતાં ઉશ્કેરાયેલા શખ્સે આધેડ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. નરામાં રહેનાર ફરિયાદી શિવુભા રાઘુભા જાડેજા ગત તા. 12/4ના સાંજે હનુમાન મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યાંથી તેઓ પરત પોતાના ઘર બાજુ આવી રહ્યા હતા, ત્યારે ઢાળવાળા રસ્તે વાડી વિસ્તારમાં રહેનાર આરોપી એવો સહદેવસિંહ રણજિતસિંહ જાડેજા નામનો શખ્સ ટ્રેક્ટર લઇને નીકળ્યો હતો. ફરિયાદી આધેડે ઢાળ છે, બાળકોને વાગી જશે, ટ્રેક્ટર ધીમું ચલાવવાનું કહેતાં આ શખ્સ  ઉશ્કેરાઇ ગયો હતો અને આધેડ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. રાડારાડના પગલે અન્ય લોકો આવતાં આરોપી નાસી ગયો હતો. ઘવાયેલા આધેડને સારવાર માટે લઇ જવાતાં તેમને હાથના કાંડામાં અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd