• બુધવાર, 08 એપ્રિલ, 2026

મુંદરા પાસેની કંપનીના સ્ટોર નજીકથી 18 લાખના સામાનની ઉઠાંતરી

ભુજ, તા. 7 : મુંદરા નજીક ટુંડાવાંઢમાં આવેલી કંપનીના સ્ટોર પાસે ખુલ્લામાં રાખેલા રૂા. 17,99,326ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. મુંદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ ટુંડાવાંઢની સીમમાં આવેલી એક્વાકેટ સિસ્ટમ્સ એશિયા પ્રા.લિ. કંપનીના સ્ટોર પાસે ખુલ્લી જગ્યામાં રાખેલા સામાન જેમાં નવ બટરફ્લાય વાલ્વ કિં. રૂા. 41,949, રેફ્રીજરેશનની ફીટિંગ સાથેના પાઈપ 350 મીટર કિં. રૂા. 8,24,250, કોપર આર્મર વાયર 2457 મીટર, પંપ મોટર નંગ-6 કિં. રૂા. 1,34,124 તથા અન્ય બે મોટર કિં. રૂા. 25,896 એમ કુલ રૂા. 17,99,326ના મુદ્દામાલની કોઈ અજાણ્યા ચોર ઈસમ ગત તા. 1/3થી 1/4 દરમ્યાન ચોરી કરી લઈ ગયા છે. 

Panchang

dd