ભુજ, તા. 12 : મુંદરાના જૂના બંદર બાજુથી
આધાર-પુરાવા વિનાના શંકાસ્પદ ભંગાર ભરેલી એક જ નંબરની બે ટ્રક સાથે ત્રણ શખ્સને એલસીબીએ
ઝડપી પાડયા હતા. એલસીબીના પી.એસ.આઇ. એમ. એચ. શીણોલની સૂચના મુજબ એ.એસ.આઇ. પ્રદ્યુમનસિંહ
ગોહિલ, હે.કો. રાજદીપસિંહ ગોહિલ, કોન્સ. રામજીભાઇ રબારી, મહેશકુમાર ચૌહાણ મુંદરા વિસ્તારમાં
આધુનિક ઇન્વેસ્ટીગેશન કિટ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળી હતી કે,
બે ટ્રક જૂના બંદર રોડથી મુંદરા તરફ આવી રહી છે જેમાં શંકાસ્પદ ભંગાર
ભરેલો છે અને બંનેની નંબરપ્લેટ પણ શંકાસ્પદ છે. બાતમીવાળી બંને એક જ નંબરવાળી આઇસર
ટ્રક નં. જી.જે. 23 એ.ડબલ્યુ.
0515વાળી જેની કિં. રૂા. 10 લાખને ઝડપી તેમાં ભરેલા લોખંડનો
ભંગાર જેનું વજન 26.230 ટન
કિં. રૂા. 7,34,440 અંગે બિલ અને આધાર-પુરાવા માંગતા
ન હતા. આથી કુલે રૂા. 17,34,440ના
મુદ્દામાલ સાથે ત્રણ ઇસમ કેતન સુરેશભાઇ પટણી, વિક્રમભાઇ મફાભાઇ વાઘેલા અને મુકેશ શંકરભાઇ પટણી (રહે. ત્રણે અમદાવાદ)ને ઝડપી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.