ભુજ, તા. 24 : માંડવી પોલીસે બાતમીના આધારે
દુર્ગાપુરમાં એક બંધ મકાનમાં દરોડો પાડીને રૂા. 1,46,190ના શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપીને કાયદેસરની કાર્યવાહી
કરી હતી. સ્પે. પ્રાહિબિશનની નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલી માંડવી પોલીસે બાતમીના આધારે
દુર્ગાપુરના અલ્પનગરીમાં બંધ મકાન પર દરોડો પાડતાં ત્યાં આરોપી અસલમ ઉર્ફે સુલતાન આદમ
શેખજાદા (રહે. નવાવાસ-દુર્ગાપુર) મળી આવ્યો હતો અને આ બંધ મકાનમાંથી વિવિધ બ્રાન્ડની
શરાબની નાની-મોટી 149 બોટલ તથા
19 બિયરના ટીન એમ કુલે રૂા. 1,46,190નો શરાબનો જથ્થો તથા એક આઇફોન
કિં. રૂા. 20 હજાર એમ કુલે રૂા. 1,66,190ના મુદ્દામાલ સાથે આરોપી અસલમને
ઝડપી ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી કરી હતી.