ભુજ, તા. 22 : માજી ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાલીની
હત્યાના કેસમાં આરોપીની ભૂમિકામાં મૂકાયેલા ભાનુશાલી જ્ઞાતિના અગ્રણી અને ઓધવરામ સત્સંગ
મંડળના સ્થાપક પ્રમુખ મનજીભાઈ ખીંયશી ભાનુશાલીને વધુ પાંચ દિવસની રાહત રાજ્યની વડી
અદાલતે આપી છે. પ્રકરણનાં સાત વર્ષ બાદ મૂળ ફરિયાદીની જુબાની અને અરજી અન્વયે ભચાઉ
સ્થિત જિલ્લા કોર્ટે અગ્રણી મનજીભાઈ ભાનુશાલીને આરોપી તરીકે ગણી તેમના માટે ટ્રાયલ
ફેસ કરવાના હુકમ સાથે ગત તા. 19મીના હાજર
થવા આદેશ કર્યો હતો. આ આદેશને હાઈકોર્ટમાં પડકારાતાં પહેલા ત્રણ દિવસની રાહત સાથે આજે
તા. 22મીના સુનાવણી રખાઈ હતી. આજની સુનાવણીમાં
વધુ રજૂઆત માટે માગણી કરાતાં હાઈકોર્ટના ન્યાયાધિશ પી.એમ. રાવલે આગામી તારીખ 27મીના વધુ સુનાવણી નિયત કરી છે.