ભુજ, તા. 21 : ધોળાવીરામાં માર માર્યા અંગેની
પોલીસ ફરિયાદ ન નોંધતાં પોલીસવડાને રજૂઆત કરાઈ છે. આ અંગે ધોળાવીરાના છગન તેજા ગરવાએ
પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષકને ફરિયાદ અરજી સાથે રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગત તા. 10/1ના ધોળાવીરાના ભંજડાદાદા ખાતે
પતંગ ઉત્સવમાં તે ગયા હતા, ત્યારે તેમના
જ ગામના ત્રણ (નામજોગ) આરોપી લાકડા-ધોકા, હથિયારો સાથે તેની ઉપર
ચડી આવી કહ્યું કે, તું અમારા ઉપર ખોટી ફરિયાદો અને કેસ કરે છે,
તેમ કહી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને જાતિ અપમાનિત
કર્યો હતો. આ અંગે તા. 11/1ના ગઢડા પોલીસ
મથકે ફરિયાદ કરવા જતાં પોલીસે પૈસા માગ્યા હોવાનો આક્ષેપ પણ છગનભાઈએ આ પત્રમાં કર્યો
છે.