• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

નખત્રાણા તાલુકાનાં ગામની બે સગીર બહેનનું અપહરણ

ભુજ, તા. 21 : નખત્રાણા તાલુકાના એક ગામમાંથી બે સગી સગીર વયની બહેનોનું અપહરણ થતાં બે સામે વાલીએ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત પણ નખત્રાણા તાલુકાના અન્ય એક ગામની વાડીમાંથી પણ સગીરાનું અપહરણ થયાનું ગુનો દાખલ થયો છે. ગઇકાલે નખત્રાણા પોલીસ મથકે ઉપરોક્ત બંને ફરિયાદ દાખલ થઇ છે, જેમાં નખત્રાણા તાલુકાના એક ગામે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે જોડાયેલા શ્રમજીવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 19/1ના રાતથી 20/1ની મધરાત દરમ્યાન આરોપીઓ ભાવેશ બાબુલાલ જોગી અને શ્યામ સુરેશભાઇ જોગી (રહે. બંને દેવપર-યક્ષ, તા. નખત્રાણાવાળા) ફરિયાદીની 16 અને 14 વર્ષની બંને સગીર વયની દીકરીઓને લલચાવી-ફોસલાવી, લગ્ન કરવાના ઇરાદાથી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયા છે. આ ઉપરાંત અન્ય એક ફરિયાદની વિગતો મુજબ નખત્રાણા તાલુકાના એક ગામની વાડીમાં ખેતમજૂર કરતા શ્રમજીવીની 16 વર્ષની સગીર વયની દીકરીને તા. 1/1ના આરોપી મુકેશ બાબુ પટેલ (રહે. વિગોડી, તા. નખત્રાણાવાળો) લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદાથી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો છે. આ બંને ગુના નખત્રાણા પોલીસે પોકસો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd