ભુજ, તા. 21 : માંડવી તાલુકાના એક ગામના વાડીવિસ્તારમાં
રાજ્ય બહારના શ્રમજીવી પરિવારની સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવાઈ છે. ગત તા. 28/12 અને 20/1ના આ દુષ્કર્મના બનાવ અંગે
ગઈકાલે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી જાહુલ અમજદ (રહે. નગલા અહસાનપુર, થાના હોડલ, જિલ્લો પલવત,
હરિયાણા)એ તેમની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યું છે. ગઢશીશા
પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી
તપાસ હાથ ધરી છે.