• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

કોડાયમાં પરિણીતાની સરાજાહેર છેડતી કરનારા આરોપી વિરુદ્ધ ફરિયાદ

ભુજ, તા. 16 : માંડવી તાલુકાના કોડાયમાં પરિણીતાની સરાજાહેર છેડતી કરનારા આરોપીને ફરિયાદી પીડિતા પકડવા જતાં આરોપી મૂઢઈજા કરી નાસી છૂટયો હોવાના મામલે કોડાય પોલીસ મથકે છેડતી સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. પોલીસ મથકે પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બિદડાથી કોડાય પોતાના ઘરે જતી હતી ત્યારે કોડાયપુલથી રિક્ષાથી કોડાય પહોંચી ત્યારે શિવશક્તિ ફરસાણ માર્ટ પાસે વાહનમાંથી ઊતરતી વેળાએ આરોપી બદરૂદોજા ઉર્ફે જીલાની અનવરશા લતીફશા સૈયદ શારીરિક છેડતી કરી નાસતાં ફરિયાદી તેને પકડયો હતો, પરંતુ આરોપી પીડિતાને થપ્પડ મારી નાસી ગયો હતો. આ મામલે કોડાય પોલીસે આરોપી વિરુદ્ધ છેડતી સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd