• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

વાહન ડિટેઈનનો નકલી મેમો બનાવનારા હોથિયાયના આરોપીના આગોતરા નામંજૂર

ભુજ, તા. 16 : તંત્ર દ્વારા જપ્ત કરાયેલા વાહનના મેમામાં ફટકારાયેલા દંડમાં છેડછાડ કરી ભળતી રકમ ભરી વાહન છોડાવવાના કાવતરામાં સંડોવાયેલા આરોપી હોથિયાયના રાવલ મિસરી જતના આગોતરા જામની ભુજની સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા હતા. વાયોર પોલીસ પીઆઈ કે.વી. ડાંગરે જણાવ્યું હતું કે, આરોપી રાવલ જતે વાહન ડિટેઈનનો બનાવટી મેમો બનાવી વાહન મુક્ત કરવાનું કાવતરું રચ્યું હતું. આ મામલે તેણે કરેલી આગોતરા જામીન અરજી શુક્રવારે અદાલતે નકારી હતી. આ મામલે ફરાર આરોપીને ઝડપી પાડવા તથા આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોનું પગેરું દાબવા સહિતની તપાસ હાથ ધરાઈ હોવાનું શ્રી ડાંગરે જણાવ્યું હતું. 

Panchang

dd