• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ભુજમાં નવ તોલા સોનાના દાગીના, ચાંદીના ઘરેણા, રોકડની ચોરી અંગે વિધિવત ફરિયાદ દાખલ

ભુજ, તા. 30 : ગઇકાલે મુંદરા રોડ પર મેહુલ પાર્ક પાસે સહજાનંદ પાર્કના બંગલામાંથી થયેલી ચકચારી ઘરફોડી અંગે આજે વિધિવત ફરિયાદ દાખલ થઇ છે. એ-ડિવિઝન પોલીસ મથકે મૂળ મુંદરા હાલે રાયપુર (છત્તીસગઢ) રહેતા જિગરભાઇ શૈલેષભાઇ પંડયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ 27/10થી 3/11 સુધી પ્રમુખસ્વામી નગર ખાતે યોજાનારી ભાગવત સપ્તાહમાં પરિવાર સાથે આવતાં આયોજકો દ્વારા સહજાનંદ પાર્કમાંનો બંગલો રોકાણ અર્થે અપાયો હતો. તા. 29/10ના સવારે તેઓ કથામાં ગયા અને રાત્રે પરત આવતાં બંગલામાં પાછળના બાથરૂમની ગ્રીલ તોડી અજાણ્યા ચોર ઇસમ બંગલામાંથી તેમના 2013માં ખરીદેલા સોનાના બે સેટ આશરે વજન 4.5 તોલા તથા એક મંગળસૂત્ર બે તોલા તેમજ રોકડા રૂા. 30 હજાર તેમજ આ જ બંગલામાં તેમના સાઢુભાઇના રૂમમાંથી 1.5 તોલાનું મંગળસૂત્ર અને એક તોલાની બુટી તેમજ ચાંદીની પાતળી ચેન તથા પાયલ એમ કુલ રૂા. 2,66,800ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. 

Panchang

dd