• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

જખૌ બંદરની યુવા પરિણીતાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ

ભુજ, તા. 30 : મૂળ ગિર-સોમનાથનાં કોડિનારના કોટડા બંદરની અને હાલે અબડાસાના જખૌ બંદર ખાતે રહેતી 22 વર્ષીય યુવા પરિણીતા વંદનાબેને ગત તા. 27/10ના ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ  નોંધાઇ છે. વંદનાબેનના ભાઇ ધનેશભાઇ રામજીભાઇ વાજાએ જખૌ મરિન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ મૃતક તેની બહેન વંદનાબેનને આરોપી એવો તેનો પતિ રાજેશભાઇ કાળુભાઇ બારૈયા છેલ્લા બે વર્ષથી અવાર-નવાર રૂપિયા માંગી તેમજ ચારિત્ર્યની શંકા રાખી મારકૂટ કરતો હતો, આથી તેના શારીરિક-માનસિક ત્રાસથી તેણે ગળેફાંસો ખાઇ જીવ દીધાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ 108 તથા 85 મુજબ આરોપી રાજેશ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

Panchang

dd