• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ગાંધીધામમાં ટેન્કરે રિક્ષાને હડફેટે લેતાં મહિલાનું મોત

ગાંધીધામ, તા. 30 : શહેરની ભાગોળે રેલવે સ્ટેશન પાસે ટેન્કરે રિક્ષાને હડફેટે લેતાં ભારતીબેન કેશવાણીનું ગંભીર  ઈજાઓથી તત્કાળ મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર ચાલક સહિત સાત જણને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ બનાવનાં પગલે સિંધી સમાજમાં ગમગીની પ્રસરી હતી. પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ આજે બપોરે 12.30 વાગ્યાના અરસામાં ગાંધીધામ રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે બન્યો હતો. હતભાગી મહિલા અને તેના પરિવારજનો ટ્રેનમાંથી ઊતરી આદિપુર જવા માટે  રિક્ષાને હડફેટે મહિલાનું મોત રિક્ષામાં બેઠા હતા. રિક્ષા રેલવે સ્ટેશનની બહાર નીકળી ત્યારે જ  પૂરપાટ ઝડપે આવતા ટેન્કરના આરોપી ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. રિક્ષામાં સવાર તમામ લોકો રસ્તા ઉપર ફંગોળાઈ ગયા હતા. દરમ્યાન  હતભાગી મહિલા ટેન્કરના પાછળના જોટામાં આવી ગયા હતા. માથાં સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતાં  મહિલાનું પરિવારજનોની સામે જ મોત નીપજ્યું હતું.  અકસ્માતના આ બનાવમાં  ફરિયાદી જ્યોતિબેન વિક્રમ  ગોપલાણીમાયાબેન, હરિબેનઈન્દુબેનગીતાબેનપુષ્પાબેનઅને રિક્ષાચાલક સહિત સાત જણને હળવાથી ગંભીર પ્રકાની ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં ગાંધીધામ સિંધી સમાજના આગેવાનો, જીતુભાઈ ભાનુસાલી, કમલેશ પરિયાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા મદદરૂપ થયા હતા.  રામબાગ હોસ્પિટલ ખાતે મનોજ મુલચંદાણી, દિલીપ થરિયાનીવિનોદભાઈ પહોંચી ગયા હતા અને મૃતદેહને અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા કરી  આપી હતી. પરિવાર આદિપુર ખાતે લીલાશાહ કુટિયાના મેળામાં આવતો હતો. દરમ્યાન ટ્રેનમાં પરિવારજનો ખુશીની પળો માણતા હતા અને ટ્રેનમાંથી ઊતરતાંની સાથે જ મહિલાનું  મોત નીપજતાં ખુશીની પળ માતમમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસે ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd