• મંગળવાર, 01 જુલાઈ, 2025

વરસાણાના બુટલેગરની પાસામાં અટક : જેલમાં ધકેલાયો

ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાના વરસાણા ગામના બુટલેગરની પોલીસે પાસા તળે અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. વરસાણામાં રહેનાર પ્રદીપસિંહ હેતુભા જાડેજા નામનો શખ્સ રાજ્ય બહારથી દારૂનો મોટો જથ્થો મગાવી સંગ્રહ કરી હેરાફેરી કરતો હતો, જે અંગે તેના વિરુદ્ધ અંજાર પોલીસ મથકે પાંચ ગુના નોંધાયેલા છે. આવા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ બાદ એલ.સી.બી.એ આ શખ્સના પાસાના કાગળ તૈયાર કરી જિલ્લા સમાહર્તા આનંદ પટેલને મોકલી આપ્યા હતા. કલેક્ટરે આ પાસા મંજૂર કરી વોરંટ જારી કરતાં પોલીસે આ પ્રદીપસિંહની અટકાયત કરી તેને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દીધો હતો. જિલ્લા કલેક્ટરે અત્યાર સુધીમાં આઠ અસામાજિક તત્ત્વો વિરુદ્ધ પાસા હુકમો જારી કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

Panchang

dd