• મંગળવાર, 01 જુલાઈ, 2025

કિડાણામાં વાડામાંથી અંગ્રેજી શરાબની બોટલો જપ્ત

ગાંધીધામ, તા. 15 : તાલુકાના કિડાણાની એક સોસાયટીમાં વાડામાંથી પોલીસે રૂા. 7700નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો, પરંતુ દારૂ સંતાડનારો ગેરહાજર મળ્યો હતો. કિડાણાના રાધેનગર સોસાયટીમાં રહેનાર લક્ષ્મણગિરિ ગોકુલગિરિ ગોસ્વામી નામના શખ્સે પોતાનાં મકાનની પાછળ આવેલા વાડામાં દારૂ સંતાડી રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ વાડામાંથી મેકડોવેલ્સ નં. 1ની 750 એમ.એલ.ની ચાર તથા બેગ પાઈપર 750 એમ.એલ.ની ત્રણ એમ કુલ રૂા. 7700નો દારૂ જપ્ત કર્યો હતો, પરંતુ આરોપીએ પોતાનાં મકાનનો દરવાજો અડધો ખુલ્લો મૂકીને સરકી ગયો હતો. 

Panchang

dd