ભુજ, તા. 15 : માધાપરના નવાવાસના ન્યૂ પારસનગરના
એક ઘરમાંથી પાણીની મોટર ચોરાઈ જતાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે માધાપર પોલીસ મથકે મૂળ
લોરિયા હાલે ન્યૂ પારસનગર પ્લોટ નં. 17વાળા મકાનમાં રહેતા કરણ દેવજીભાઈ ભાનુશાળીએ નોંધાવેલી ફરિયાદ
મુજબ તા. 10/6ના રાતથી બીજા દિવસની સવાર
સુધી કોઈ અજાણ્યો ચોર ઈસમ તેમનાં મકાનમાંથી પાણી ચડાવવાની સબમર્સિબલ મોટર જેની કિં.
રૂા. 3000વાળી ચોરી કરી લઈ ગયો છે. પોલસે
ફરિયાદ નોંધી તપાસ આદરી છે.