• મંગળવાર, 01 જુલાઈ, 2025

ધાણેટી પાસે છકડો રિક્ષા પલટતા ભુજના યુવાનનું મોત : યુવક ઘાયલ

ભુજ, તા. 15 : ગઈકાલે રાતે તાલુકાના ધાણેટી પાસે છકડો રિક્ષા પલટી જતા ભુજના 40 વર્ષીય યુવાન રામજી બાબુ દેવીપૂજકનું ગંભીર ઈજાના લીધે મૃત્યુ થયું હતું, જ્યારે 18 વર્ષીય યુવક સંજય દેવીપૂજક ઘાયલ થતા સારવાર તળે ખસેડાયા છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભુજના રામનગરીમાં રહેતા રામજી અને તેની પડોશમાં રહેતો સંજય બંને ગઈકાલે છકડો રિક્ષા લઈને જઈ રહ્યા હતા. ત્યારે રાતે 9:30 વાગ્યાના અરસામાં ધાણેટી પાસે છકડો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ઘાયલ બંનેને 108 મારફત સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલની પોલીસ ચોકીમાં સંજયના પિતા શંકરભાઈએ વિગતો જાહેર કરી હતી. ગંભીર ઈજાના પગલે રામજીનું મૃત્યુ થયું હતું, જ્યારે સંજયને મોઢાના ભાગે ઈજા થતા સારવાર હેઠળ છે. 

Panchang

dd