• ગુરુવાર, 01 મે, 2025

શિકારપુર પાસેથી 6.25 લાખનો માદક પદાર્થ જપ્ત

ગાંધીધામા, તા. 14 : પૂર્વ કચ્છ પોલીસ તંત્રની નો ડ્રગ્સની વિશેષ ઝુંબેશ અંતર્ગત  એસ.ઓ.જી. પોલીસે શિકારપુર પાસે રૂા. 6.25 લાખની કિંમતનો માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ થઈ હતી. છેલ્લા લાંબા સમયથી પોલીસ તંત્ર દ્વારા ડ્રગ્સની બદીને નાથવા પ્રયાસો આરંભાયા છે, જેના ભાગરૂપે સમયાંતરે પોલીસ દ્વારા માદક પદાર્થ રાખનાર અને વેચાણ કરનારા સામે લાલઆંખ કરી તવાઈ બોલાવાય છે. પૂર્વ કચ્છ એસ.ઓ.જી. પોલીસની ટીમે મોરબીથી સામખિયાળી ધોરીમાર્ગ ઉપર શિકાર પાસે હોટેલ અપના પંજાબનો સંચાલક આરોપી બલવિન્દરસિંગ જયમલસિંગ ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો રાખીને  વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે અહીં છાનબીન આરંભી હતી. તપાસ દરમ્યાન આરોપી બલવિન્દરસિંગ પાસેથી હેરોઈનનો 12.50 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂા. 6.25 લાખ આંકવામાં આવી હતી. તહોમતદારની ધરપકડ સાથે 15 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન, રોકડા રૂા. 1,12,400, ડિજિટલ વજનકાંટો કિં. 500 સહિત કુલ રૂા. 7,52,900નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. પકડાયેલા હેરોઈનનો જથ્થો કોણે અને ક્યાં આપ્યો હતો. આ પ્રકરણમાં કોણ-કોણ સંડોવાયેલા સહિતની દિશામાં પોલીસે તપાસ તેજ બનાવી છે. આ કામગીરીમાં પી.આઈ. ડી.ડી. ઝાલા, પી.એસ.આઈ. વી.પી. આહીર તથા સ્ટાફગણ જોડાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd