ભુજ, તા. 16 : તાલુકાના
અટલનગર (ચપરેડી)ની વાડીમાંથી દવા છાંટવાનો પમ્પ, ઝટકા મશીન,
સાથે બેટરી સહિતના મુદ્દામાલની ચોરી થતાં ભોગ બનનાર પદ્ધર પોલીસ મથકે
જતા ત્યાં સામે આવ્યું કે, આ ચોરીના મુદ્દામાલ સાથે બે ચોરને
પોલીસે ઝડપી લીધા છે. સાથે અન્ય એક આરોપીનુંય સામે આવતા ત્રણ વિરુદ્ધ ગુના દાખલ થયો
હતો. અટલનગર રહેતા સુરેશભાઈ કરમણભાઈ ગાગલ (આહીર) રૂપાભાઈની વાડી પર સુખડી ઉપર ખેતી
કરે છે. તા. 15/3ના
બપોરથી સાંજ દરમ્યાન તેમના કબજા ભોગવટાની વાડીમાંથી વિકટર કંપનીનો દવા છાંટવાનો મશીન, ઝડકા મશીન અને તેની સાથેની બેટરી એમ કુલ્લે રૂા. 14,000ના મુદ્દામાલની ચોરી થયાની ધ્યાને આવતા તેઓ ફરિયાદ
કરવા પોલીસ મથકે આવતા તેઓને જાણવા મળ્યું કે, પદ્ધર પોલીસે અમારી વાડી પરથી ચોરાયેલા
મુદ્દામાલ સાથે ઝીંકડીના બે શખ્સ રજાક હાજીભાઈ હજામ તથા અબ્બાસ ઈશા ત્રાયાને પકડી પાડયા
છે. તેમની સાથે ઝીંકડીનો ઈમ્તીયાઝ કરીમભાઈ ત્રાયા પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું
છે. ચોરીની વસ્તુઓ જોઈ ખરાઈ કરતા તેમની વાડીએથી ચોરાયેલી વસ્તુઓ હતી. ત્રણ વિરુદ્ધ
પદ્ધર પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી આદરી છે.