• મંગળવાર, 17 માર્ચ, 2026

બેરાજામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત

મુંદરા, તા. 16 : તાલુકાના બેરાજામાં તાજેતરમાં વિવિધ વિકાસકામોનો ધારાસભ્યના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ગામમાં સુશાસન અને સુવિધા ભવન, પંચાયત ભવનનું લોકાર્પણ, રૂા. 421 લાખના ખર્ચે ગજોડ-બેરાજા રોડનું ખાતમુહૂર્ત, અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાલતા વન કુટિરનું ખાતમુહૂર્ત માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ જણાવ્યું કે, બેરાજાના આ પંચાયતઘરમાં સરકારી યોજનાઓમાંથી કોઈ પણ ગ્રામવાસીઓ વંચિત ન રહી જાય અને પંચાયતઘરને જે સુશાસન અને સુવિધા ભવન નામ આપેલું છે, એ મુજબ પ્રજાલક્ષી કાર્યો થાય. આચાર્ય નાગેશ શાત્રીજીના શાત્રોક્ત મંત્રો દ્વારા શાંતિ હવન યોજાયો હતો. ધારાસભ્યનું સન્માન સરપંચ લાલુભા જાડેજા અને ઉપસરપંચ સુરેશ બડગાએ કર્યું હતું. ઉદ્બોધનમાં મિઠુભા જાડેજાએ કહ્યું કે, પક્ષ હોય કે વિપક્ષ તેને સાથે લઈને ગામનો વિકાસ જ અમારો પહેલો મંત્ર છે. ગામમાં સુવિધા મળી રહે એ પ્રાથમિકતા રહેશે. ભૂમિદાતા પીયૂષ સાવલા અને પંચાયતઘરના દાતા રાહુલ સાવલાનો સરપંચે આભાર માન્યો હતો. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા સરપંચ સંગઠન અને મુંદરા તા. ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજા, મુંદરા તા. પં. પ્રમુખ મહિપતાસિંહ જાડેજા, તા. વિ. અધિકારી અનિલ ત્રિવેદી, જિ. પં. સદસ્ય દેવશી પાતારિયા, કારોબારી ચેરમેન યુવરાજાસિંહ જાડેજા, કિસાન મોરચાના ચંદુભા જાડેજા, મહામંત્રી જિજ્ઞેશભાઈ, મુંદરા તા. પં. પૂર્વ પ્રમુખ રણજિતાસિંહ જાડેજા, પી.ડબ્લ્યુ.ડી.ના શ્રી ખાન, પી.એમ.ઈ.એ. સોલાર સિસ્ટમના વિમલ દવે, સુમિટોમો લિ.ના કિરણ ચાંદવાણી, અદાણી ફાઉન્ડેશનના કિશોર ચાવડા, ઈશ્વરી ગ્લોબલના દેવનભાઈ અને આજુબાજુ ગામના સરપંચો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. આભારવિધિ ગનીભાઈ જુણેજાએ કરી હતી. બેરાજા પંચાયતના સભ્યો ધીરજગર ગુંસાઈ, મામદ જુણેજા, ફકીરમામદ સના, રાજ બડગા, દીપકાસિંહ જાડેજા, લાલજી બડગા, જુસબ જુણેજા, મૂળજી આયડી, ફકુભાઇ આયડી, શિવજી બડગા, યુવરાજાસિંહ વાઘેલા (બાબિયા), દિગુભા જાડેજા, ઘનશ્યામાસિંહ પરમાર, લક્ષ્મણ બડગા, ભરતાસિંહ જાડેજા વિ.એ જહેમત ઉઠાવી હતી.

Panchang

dd