• મંગળવાર, 17 માર્ચ, 2026

આવનારાં વર્ષોમાં ક્રિકેટ જગત પર ભારત રાજ કરશે : સેમસન

નવી દિલ્હી, તા. 16 : ટી-20 વિશ્વ કપ-2026ના અંતિમ તબકકામાં ધમાકેદાર દેખાવ કરીને ભારતના વિજયમાં સિંહફાળો આપનાર સંજૂ સેમસનનું કહેવું છે કે ભારતીય ટીમ આવનારા ઘણા વર્ષો સુધી ક્રિકેટ જગતમાં રાજ કરવા તૈયાર છે. દિલ્હીમાં બીસીસીઆઇ એવોર્ડ દરમિયાન સંજૂ સેમસને કહ્યું કે વિશ્વ કપ દરમિયાન મને ખબર પડી કે ટીમને મારી કેટલી જરૂર છે. મને હજુ પણ વિશ્વાસ થતો નથી. સવારે ઉઠું ત્યારે એમ થાય કે સાચે જ આપણે કપ જીતી લીધો પરંતુ જે રીતે ખેલાડીઓ રમી રહ્યા છે અને જુસ્સો છે તે જોતા કહી શકુ કે ભારતીય ટીમ આવું વારંવાર કરતી રહેશે. હું વર્ષોથી દેશ માટે વર્લ્ડ કપ જીતવા માંગતો હતો. કેટલીક તક મળી પણ ખરી, આખરે મારૂ સપનું સાકાર થયું. આ બધું ફિલ્મી સ્ટોરી જેવું છે. સેમસનનું માનવું છે કે નવી પ્રતિભાઓ અને ઉંડાઇ ટીમને મજબૂત બનાવે છે. સેમસનના મતે ટીમ ઈન્ડિયાનું (મહિલા-પુરુષ અને જૂનિયર ટીમો) ભવિષ્ય ઘણું ઉજજવળ છે અને દર વર્ષે નવી નવી ટ્રોફી આવતી રહેશે.

Panchang

dd