• મંગળવાર, 17 માર્ચ, 2026

સદ્ગુરુ વંદના મહોત્સવે વાડાસર બન્યું સંતમય

કેરા (તા. ભુજ), તા. 16 : ચોવીસીના ગોકુળિયા ગામ એવા વાડાસર ગામે આજથી આરંભાયેલા સદ્ગુરુ વંદના મહોત્સવે માહોલ સંતમય બની ગયો હતો. સ.ગુ. કૃષ્ણપ્રસાદજી સ્વામી સ્મૃતિમાં સત્સંગીજીવન પંચાહ્ન પારાયણનું મંગળાચરણ થયું હતું. અબાલવૃદ્ધ ગ્રામવાસીઓના સંતપ્રેમની પરાકાષ્ટાસમા ઉત્સવમાં મૂળ વાડાસરના અને ભુજ મંદિરના તપપ્રૌઢ મહાપુરુષ સ.ગુ. કૃષ્ણપ્રસાદજી સ્વામી તાજેતરમાં અક્ષરવાસી થતાં તેમની સ્મૃતિમાં કથાનો પ્રારંભ થયો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, ઉપકોઠારી સ્વામી ભગવદજીવનદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, વહીવટી કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી આદિ સંતોની પ્રેરણા-આશીર્વાદથી આરંભાયેલા યજ્ઞના મુખ્ય યજમાન મહંત સાં.યો. સામબાઇ લાલજી વેકરિયા, અ.નિ. રવજી હરજી રાબડિયા, હસ્તે લક્ષ્મીબેન રવજી રાબડિયા સમગ્ર પરિવાર છે, જ્યારે સહયજમાન હરજી પ્રેમજી રાબડિયા, કુંવરબાઇ-હસ્તે રમેશ હરજી રાબડિયા, ધ.પ. અમૃતબેન, હરજી કાનજી રાબડિયા પરિવાર, મુકેશ વાલજી કેરાઇ પરિવાર, દેવજી ગાંગજી રાબડિયા પરિવાર, કરશન ધનજી મોરાર પરિવાર, વેલજી નારાણ ભુડિયા સમગ્ર પરિવાર સહયોગી હોવાનું ગામના ઉત્સાહી સરપંચ પ્રીતિબેન મૂરજીભાઇ વેકરિયાએ જણાવ્યું હતું. મંડળધારી કેશવપ્રિય સ્વામી, સત્યજીવન સ્વામી, નિર્ભયજીવન સ્વામી, શ્યામચરણ સ્વામી, નૌતમચરણ સ્વામી, દિવ્યમુનિ સ્વામીનિર્ભય સ્વરૂપ સ્વામી, દિવ્યપ્રસાદ સ્વામી, વિષ્ણુચરણ સ્વામી આદિ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સવારે પોથીયાત્રામાં હરિભક્તો ઊમટયા હતા. સાંજે કથા પ્રસંગોમાં ફૂલડોલોત્સવ સમાવિષ્ટ હતો. કથાવક્તા ભક્તિવિહારી સ્વામી, કૃષ્ણવલ્લભ સ્વામી, દેવનંદન સ્વામી, શ્રીજીનંદન સ્વામી, સંગીતમય કથાશ્રવણ કરાવી રહ્યા છે. સ્વામિનારાયણ મંદિર વાડાસરની કાર્યવાહ કમિટી તથા સમગ્ર સત્સંગી ભાઇ-બહેનો સાંખ્યયોગી બહેનોના માર્ગદર્શનમાં સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે. વરિષ્ઠ સંત લક્ષ્મીપ્રસાદ સ્વામી, વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામજીવન સ્વામી, નારાણસેવક સ્વામી, ધર્મપ્રસાદ સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી, શાંતિપ્રિય સ્વામી, અદ્ભુતચરણ સ્વામી, દિવ્યપ્રસાદ સ્વામી સહિત ભુજ મંદિરના સંતોના ગુણાનુવાદ કરાયા હતા. ઉત્સવના પ્રારંભે જ નાનું એવું ગામ હરિભક્તિના હિલોળે ચડયું હતું.

Panchang

dd