ભુજ, તા. 16 : અબડાસા
તાલુકાના ખાનાયના બુટલેગર જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા મંગલસિંહ સોઢા સામે પાસાનું શત્ર
ઉગામી તેને અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો છે. શરાબના ધંધાના કુખ્યાત એવા જિતેન્દ્રસિંહ
ઉર્ફે જીતુભા વિરુદ્ધ 29 જેટલા
શરાબ સંબંધિત કચ્છના વિવિધ પોલીસ મથકોમાં ગુના નોંધાઈ ચૂક્યા છે, ત્યારે તેની વિરુદ્ધ એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને
મોકલી આપતાં તે ગાહ્ય રહેતાં એલસીબીએ જિતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભાને પકડી અમદાવાદની
મધ્યસ્થ જેલમાં રવાનો કરી દીધો છે.