• મંગળવાર, 17 માર્ચ, 2026

વૈભવ સૂર્યવંશી આઇપીએલમાં ગેલનો 17પ રનનો રેકોર્ડ તોડવા માગે છે

નવી દિલ્હી, તા. 16 : બીસીસીઆઇના નમન એવોર્ડ કાર્યક્રમમાં ઘણા સુપરસ્ટાર્સ પહોંચ્યા હતા. આ બધા વચ્ચે 14 વર્ષીય (14 વર્ષ 34 દિવસ) વન્ડરબોય વૈભવ સૂર્યવંશી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. આ સમારોહમાં અન્ડર-19 વિશ્વ કપ વિજેતા ભારતીય જૂનિયર ટીમ પણ સન્માનિત થઇ હતી. જેનો હિસ્સો વૈભવ સૂર્યવંશી હતો. કાર્યક્રમના સંચાલક હર્ષ ભોગલેએ વૈભવ સમક્ષ કેટલાક રેકોર્ડ મુક્યા હતા અને સવાલ કર્યો કે આમાંથી કયો રેકોર્ડ તોડવા માગશો. વૈભવે જે રેકોર્ડ પસંદ કર્યા એથી બધા ખુશ થઇ ગયા. હર્ષા ભોગલે સાથે મંચ પર વૈભવની સાથે હાર્દિક, અભિષેક, અને સેમસન પણ હાજર હતા. વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડ તોડવાના સવાલ પર કહ્યું કે આઇપીએલમાં ક્રિસ ગેલનો 17પ રનનો રેકોર્ડ તોડવાની સૌથી વધુ ઇચ્છા છે. વૈભવે ગત આઇપીએલ સીઝનમાં 3પ દડામાં સદી ફટકારી હતી. જે ટૂર્નામેન્ટની બીજી સૌથી ઝડપી સદી બની હતી. 2013માં ગેલે 30 દડામાં સદી કરી હતી.

Panchang

dd