ભુજ, તા. 16 : લાયન્સ
ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા યોજાયેલા જયપુર ફૂટ કેમ્પમાં 21 દર્દીએ લાભ લીધો હતો, જેમાં છ દર્દીના નવા પગ, છ દર્દીને કેલીપર્સ અને નવ દર્દીના
કૃત્રિમ પગનું રિપેરિંગ કામ કરાયું હતું. કમલેશભાઈ સંઘવી મારફતે ભૂતપૂર્વ લાયન સદસ્ય
સ્વ. હસમુખભાઈ મણિલાલ શાહની સ્મૃતિમાં તેમના પુત્ર મનિષભાઈ હસમુખભાઈ શાહે રૂા. 25000ના સહયોગથી જયપુર ફૂટ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પના
ઉદ્ઘાટન સત્રમાં મનિષભાઈ શાહ, વિનીત શાહ, સુરેશભાઈ
બુદ્ધભટ્ટી, રાજેશભાઈ ભણશાલી, ક્લબ પ્રમુખ
ચંદ્રકાંતભાઈ સોની, ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી ભરતભાઈ મહેતા,
શૈલેન્દ્ર રાવલ, ધર્મેન્દ્ર બારમેડા અને મનસુખભાઈ
શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંજય દેસાઈએ
લાયન્સ હોલ ઉપર ચાલતા કાયમી પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. ડિસ્ટ્રીક્ટ ગવર્નર અભય
શાહે દાતા પરિવારને બિરદાવ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન જગદીશભાઈ સોનીએ જયપુર ફૂટ કેમ્પ
વિશે માહિતી હતી અને આભારવિધિ ક્લબ ટ્રેઝરર
વિજયભાઈ માંડલિયાએ કરી હતી.