ભુજ, તા.13 : નખત્રાણા તાલુકાના વડવા (કાયા)માં
આજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા છ ખેલીને નખત્રાણા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી હતી. આજે સાંજે નખત્રાણા પોલીસ પેટ્રાલિંગમાં હતી, ત્યારે
બાતમી મળતાં વડવા (કાયા)ના રામદેવપીર ફળિયામાં જાહેરમાં ગંજીપાના વડે હાર જીતનો
જુગાર રમતા દેવજી મગાભાઈ જેપાર (મંગવાણા), વેલજી લાખાભાઈ જેપાર
(વાહેદપાર), રામજી નાનજી જેપાર (વરમસેડા), રાજાભાઈ થાવરભાઈ પરમાર (ભુજ), રમેશ શિવજી ગરવા (વડવા-કાયા)
અને ગોવિંદ રમુભાઈ રાઠોડ (વરમસેડા)ને રોકડ રૂ.7200ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની
કાર્યવાહી કરી હતી.