• રવિવાર, 06 જુલાઈ, 2025

બરેલી-ભુજ ટ્રેનમાં 60 હજારના બે મોબાઇલની ચોરીથી ચકચાર

ગાંધીધામ, તા. 12 : બરેલીથી ભુજ આવતી આલા હઝરત ટ્રેનમાંથી એક યુવાન તથા એક મહિલાના એમ રૂા. 60,000ના બે મોબાઇલની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. શહેરનાં ભારતનગરમાં રહી કરિયાણાની દુકાન ચલાવનારા ફરિયાદી ઉમેશ નંદલાલ ધનવાણી નામનો યુવાન જયપુર ગયો હતો, ત્યાંથી બરેલી-ભુજ આલા હઝરત ટ્રેનના બી-1 કોચની સીટ નં. 29 પર સવાર થઇ તે પરત ગાંધીધામ આવી રહ્યો હતો. આજે વહેલી પરોઢે ઊંઘ આવતાં રૂા. 52,000નો મોબાઇલ ચાર્જિંગમાં મૂકીને ઊંઘી ગયો હતો તેમજ બરેલીથી ભુજ આવતાં માધાપરનાં કૃપાલીબેન ભુજંગીલાલ મહેતા સીટ-14 પર ચાર્જિંગમાં મૂકી ઊંઘી ગયાં હતાં. બંને આજે સવારે જાગતાં આ આધેડ મહિલા અને ફરિયાદી યુવાનનો મોબાઇલ ગુમ જણાયો હતો. તસ્કરો રૂા. 60,000ના બે મોબાઇલની તફડંચી કરી નાસી ગયા હતા. રેલવે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd