• રવિવાર, 16 જૂન, 2024

ભુજના પોલીસ કર્મીની રાજસ્થાનની નદીમાંથી લાશ મળતાં ચકચાર

ભુજ, તા. 10 : અહીંના જી..બી.ના કમ્પાઉન્ડમાં આવેલા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જી.યુ.વી.એન.એલ.) પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી .એસ.આઇ. તરીકે ફરજ બજાવતા યુવા પોલીસ કર્મચારી ચતુરસિંહ ભવરસિંહ ભાટી (.. 48)નું આજે સવારે માદરે વતન રાજસ્થાનના સૈલારી ગામના ટાપુ ગામની નદીમાં મૃતદેહ મળ્યાના સમાચાર કચ્છમાં મળતાં ચકચાર પ્રસરી ગઇ છે. ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા અને ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઇને બહોળું મિત્રવર્તુળ ધરાવતા ચતુરસિંહના પિતા પણ પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. મળેલી માહિતી પ્રમાણે સન 1996માં પોલીસ ખાતામાં ભરતી થયા અને 28 વર્ષથી ફરજ બજાવતા હતા. આકસ્મિક મૃત્યુ અંગે પૃચ્છા કરતાં હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પણ જમીન બાબત અને અંગત અદાવતના કારણે ખૂન થયું હોવાની ચર્ચા થવા મંડી હતી. 10?દિવસની રજામાં અને પરિવારના વડીલ સદસ્યની મરણવિધિમાં પોલીસ કર્મી સામેલ થવા વતન ગયા હતા. મોટાભાઇ કરણસિંહ શિક્ષક અને નાનાભાઇ ચંદ્રસિંહે એક સારા પેન્ટર તરીકે ભુજમાં નામના મેળવી છે અને પેન્ટર બાપુ તરીકે ઓળખાય છે. પોલીસબેડાંમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang