• રવિવાર, 16 જૂન, 2024

ગાંધીધામથી ગુમ થયેલા શખ્સની લાશ લાખોંદ નજીકથી મળી

ભુજ, તા. 20 : ગાંધીધામથી 16-5ના ગુમ થયેલા અને થોડી માનસિક સમતુલા ગુમાવનારા કમલ કિશોર પુષ્કનારાયણ ઝરંનિયા (.. 52)નો ગાંધીધામ રેલ્વે વિસ્તારમાં અકસ્માત થયો હતો અને તેને ભુજની જનરલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન ત્યાંથી રજા લઇ અને તે રખડતો-ભટકતો રહ્યો હતો. લાખોંદ નજીક રામદેવપીર મંદિર સામે આવેલ ઓધવ પાર્ક નજીકની ઝાડીમાં આજે બપોરે તેની લાશ જોવા મળી હતી. બળબળતા તાપ અને સખત ગરમીમાં તેનું શરીર કાળું પડી ગયું હતું. પદ્ધર પોલીસને જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. માનવજ્યોતની ટીમ પણ મદદરૂપ બની હતી. માનવજ્યોતના પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ રફીક બાવા, રાજેશ જોગી, વિક્રમ રાઠી તથા મદદરૂપ બનનારા દક્ષાબેન હરપાલાસિંહ બારોટ માનવજ્યોત સંસ્થાની એમ્બ્યુલન્સથી લાશને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલે પહોંચાડી હતી. તેના પરિવારજનો ગુમ નોંધ માટે ભુજ બી-ડિવિઝન મથકે પહોંચ્યા હતા, પણ ત્યાં તેના પરિવારજનોને અજાણી લાશ મળી હોવાનું જણાવવામાં આવેલું. તપાસ કરતાં લાશ ગાંધીધામની ગુમ થયેલી એજ વ્યક્તિની હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang