ભુજ, તા. 21 : ભારતીય
જનતા પાર્ટી ભુજ વિધાનસભા દ્વારા પક્ષનાં કાર્યાલય ખાતે નેક્સ્ટ જેન જીએસટી
રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું. પક્ષના જિલ્લા અધ્યક્ષ દેવજીભાઇ
વરચંદના અધ્યક્ષસ્થાને યોજાયેલાં સંમેલનમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ
મકવાણાએ જીએસટી દર ઘટાડાથી ગરીબ-મધ્યમ વર્ગના લોકોને લાભ-સુખાકારીમાં વધારો થયાનું
જણાવ્યું હતું. નવનિયુક્ત રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ સંમેલનનો હેતુ સ્પષ્ટ કરી એક
પ્રબુદ્ધ નાગરિક અનેક લોકોને સમજાવી શકવા સક્ષમ હોવાની વાત કરી હતી. કાર્યક્રમમાં
દિલીપભાઇ શાહ, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, ધવલ આચાર્ય, ભાર્ગવ સંકરવાળા, અનિલ ગોર, ભુજ
ધારાસભ્ય કેશુભાઇ પટેલ, નગરપ્રમુખ રશ્મિબેન સોલંકી તેમજ
વેપારી, સી.એ., વકીલ, ચેમ્બરના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગતવિધિ લાલકૃષ્ણ મોતા, દીપકભાઇ ચૌહાણ, આભારવિધિ ભીમજી જોધાણીએ કરી હતી.
જિગર શાહ, જયંત ઠક્કર, સુરેશ છાંગા,
હિરેન રાઠોડ, દિવ્યરાજસિંહ ઝાલા, રિતેન ગોર વિ.એ સહયોગ આપ્યો હોવાનું મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી,
ચેતન કતિરાની યાદીમાં જણાવાયું હતું.