નવી દિલ્હી, તા. 21 : સરકારી
વિભાગોમાં ભ્રષ્ટાચારની તપાસ કરતા લોકપાલના અધ્યક્ષ અને સભ્યો હવે સાત મિલિયનની
ડોલર એટલે કે 70 લાખ રૂપિયાની કિંમતની મોંઘી બીએમડબલ્યુ ગાડીઓ ચલાવશે. લોકપાલ
દ્વારા ઔપચારિક ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે, સાત બીએમડબલ્યુ-3 સિરીઝ 330 એલઆઇ
મોડેલની જરૂર છે. મીડિયા અહેવાલો અનુસાર બીએમડબલ્યુ માટે લોકપાલના ડ્રાઇવરો અને
સ્ટાફને તાલીમ પણ આપશે. તેઓ કારની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને સંચાલન પર સાત દિવસનો
કોર્સ કરશે. ટેન્ડર 16 ઓક્ટોબરના જારી કરવામાં આવ્યું
હતું. ટેન્ડર સૂચના અનુસાર,
આ ઓફર આગામી 90 દિવસ માટે માન્ય રહેશે. દરમ્યાન
આ લોકપાલ ટેન્ડરે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. પ્રખ્યાત કાર્યકર્તા અને વકીલ
પ્રશાંત ભૂષણે પણ ભ્રષ્ટાચાર વિરોધી તપાસ
એજન્સી પર સવાલ ઉઠાવ્યા છે. ભૂષણે કહ્યું કે,
લોકપાલ સભ્યો કોઇ પણ બાબતમાં ચિંતિત નથી, ફક્ત
પોતાના વિશેષાધિકારોથી ખુશ છે. હવે તેઓ 70 લાખ રૂપિયાની બીએમડબલ્યુ
ખરીદવાના છે. `પહેલાં,
ઘણા વર્ષો સુધી કોઇ નિમણૂકો નહોતી, અને પછી,
જ્યારે નિમણૂકો કરવામાં આવી, ત્યારે તેમના
પોતાના લોકોને ગોઠવવામાં આવ્યા છે, હવે આ લોકો તેમના વૈભવી
સુખો ભોગવી રહ્યા છે. કોંગ્રેસ યુવા પાંખ કહે છે કે, લોકપાલ
જેવી સંસ્થાની વિશ્વસનીયતાનો નાશ થઇ રહ્યો છે. હવે, સરકાર તેમના માટે મોંઘી વિદેશી કાર ખરીદી રહી છે.'
આ દરમ્યાન, એક સોશિયલ મીડિયા યુઝરે પણ તેમના
પર કટાક્ષ કરતા કહ્યું, `આ લોકો ફક્ત બીએબડબલ્યુ ખરીદી
રહ્યા છે. જો તેઓ ઇચ્છતા હોત,
તો તેઓ 12 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ પણ
ખરીદી શક્યા હોત, પરંતુ તેમણે એવું ન કર્યું. આ બતાવે છે કે તેઓ કેટલા સાચા છે.' લોકાયુક્ત બિલ, 2011, ડિસેમ્બર 2013માં
સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. તેને જાન્યુઆરી 2014માં
રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને 16 જાન્યુઆરીથી અમલમાં આવ્યું હતું.