કોલંબો, તા. 21 : મહિલા
વન-ડે વિશ્વ કપના છેલ્લા દડા સુધીની રોમાંચક મેચમાં બાંગલાદેશ વિરુદ્ધ સાત રને
દિલધડક જીત મેળવીને શ્રીલંકા ટીમે તેની સેમિફાઇનલ આશા જીવંત રાખી હતી, જ્યારે બાંગલાદેશ ટીમ
સેમિની રેસમાંથી બહાર થઇ છે. મેચના આખરી 12 દડામાં બાંગલાદેશને 12 રનની
જરૂર હતી અને તેના હાથમાં છ વિકેટ હતી,
ત્યારે કપ્તાન નિગાર સુલ્તાના 77 રને
બેટિંગમાં હતી. આ પછી બાંગલાદેશનો નાટકીય ધબડકો થયો હતો અને આખરી 9 દડામાં
ફકત બે રન જ કરી શકી હતી અને આ દરમિયાન પ વિકેટ ગુમાવી હતી. શ્રીલંકાએ હારની બાજી
જીતમાં પલટાવી હતી. શ્રીલંકાએ 48.4 ઓવરમાં 202 રન
કર્યા હતા. જવાબમાં બાંગલાદેશ ટીમ પ0 ઓવરમાં 9 વિકેટે 19પ રન
અટકી ગઇ હતી. મહિલા વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ પર શ્રીલંકાના 6 મેચમાં 4 અંક થયા
છે અને તેની સેમિફાઇનલની આશા જીવંત રહી છે. બીજી તરફ બાંગલાદેશના 6 મેચમાં 2 અંક છે
અને તેના માટે સેમિના દરવાજા બંધ થયા છે. શ્રીલંકા તરફથી કપ્તાન ચમારી અટાપટુએ 46 અને
હસિની પરેરાએ 8પ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જ્યારે નીલાક્ષી ડિસિલ્વાએ 37 રનનું
યોગદાન આપ્યું હતું. શોરના અખ્તરને 3 વિકેટ મળી હતી. બાંગલાદેશ તરફથી
કપ્તાન નિગાર સુલ્તાને 77 અને શર્મીન અખ્તરે અણનમ 64 રન
કર્યા હતા. ચમારી અટાપટુએ 4 વિકેટ લીધી હતી.