ભુજ, તા. 21 : ત્રણેક
વર્ષ પૂર્વે માનકૂવા પોલીસ મથકે ફરિયાદીને બદનામીની બીક આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ
ગુજારવા તથા દાગીના પડાવી લેવાયાની બે સગાભાઇ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આ કેસમાં બે
ભાઇનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસમાં ફરિયાદીએ આરોપીઓ કલ્પેશ રાઠોડ અને પ્રકાશ રાઠોડ
વિરુદ્ધ વર્ષ 2022માં નોંધાયેલી
ફરિયાદ નોંધાવતાં આ બનાવ પંથકમાં ચર્ચાસ્પદ બન્યો હતો અને સામાજિક પડઘા પણ પડયા હતા.
છ જેટલા સાહેદની જુબાની તથા 26 જેટલા
દસ્તાવેજી આધાર પુરાવાઓ રજૂ થયા હતા. ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકાથી રહિત સાબિત કરવામાં
નિષ્ફળ જતાં અધીક સેશન્સ જજ જે.એ. ઠક્કરે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
આરોપીઓના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી સાથે ઉમૈર એ. સુમરા,
રામ એમ. ગઢવી, રાજેશ કે. ગઢવી, જયેશ એમ. કટુઆ, અંકિત ભનુશાલી તથા નિરંજન સાધુ હાજર રહ્યા
હતા.
માધાપરમાં
હત્યા પ્રયાસના આરોપીના જામીન મંજૂર
માધાપર
પોલીસ મથકે મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી રવિલાલ રાણા મહેશ્વરી તેના અગાઉના પતિ
થતા હતા અને ફરિયાદી મહિલાએ બીજાં લગ્ન કરતાં તે બાબતનું મનદુ:ખ રાખી આરોપી રવિલાલે
ફરિયાદીના ઘરમાં છરી સાથે આવી ઉપરાછાપરી છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ
નોંધાવી હતી. રવિલાલે જામીન મેળવવા અરજી કરતા આઠમા અધીક સેશન્સની કોર્ટે જામીન મંજૂર
કર્યા હતા. આરોપીના વકીલ તરીકે કે.એમ. ધુવા, સી.એસ. મહેશ્વરી, દીપક કે. મહેશ્વરી હાજર રહ્યા હતા.
મુંદરાના
અપહરણ-દુષ્કર્મ કેસના આરોપીઓના જામીન મંજૂર
દોઢેક
માસ પૂર્વે મુંદરા પોલીસ ફરિયાદી યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ત્રણ-ચાર વર્ષ અગાઉ
એ સગીર હતી અને 11મા ધોરણમાં ભણતી ત્યારે આરોપી
તેનો પીછો કરી સંબંધ રાખવા દબાણ કરતો હતો. બાદ પરિચય કે બધી તેની સાથે શરીર સંબંધ બાંધી
આપતીજનક મોટા વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓ તેના મિત્ર સાથે સંબંધ રાખવા
ધમકીઓ આપી અમદાવાદમાં જવા ફરજ પાડી અપહરણ કરી લઇ જઇ ત્યાં ગોંધી રાખી હોવાની આરોપીઓ
પ્રદીપસિંહ સ્વરૂપસિંહ જાડેજા તેમજ વિરાટસિંહ ચેતનસિંહ પઢિયાર સામે ફરિયાદ નોંધાવતાં
તેની અટક થઇ હતી. આરોપીઓએ જામીન અરજી કરતા સ્પે. પોક્સો અદાલતે બંને આરોપીના જામીન
મંજૂર કર્યા હતા. આરોપીઓ તરફે વકીલ તરીકે એ.એમ. ખોજા, એસ.જી. માંજોઠી, કે.આઇ. સમા, આઇ.એ.
કુંભાર, વી.કે. સાંધ, ડી.સી. ઠક્કર હાજર
રહ્યા હતા.
અંજાર
તથા મેઘપર (કું.)ની જમીનો અંગે રજિસ્ટર વિલ રદ, અપીલ મંજૂર
અંજાર
તથા મેઘપર કુંભારડીની ખેતીની જમીનો અંગે અરજણ કાનજી સોરઠિયાએ વિલ યાને વસીયતનામું વર્ષ
2010ના અંજારની સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું
હતું. આ મિલકતો વડીલોપાર્જિત હોઇ અરજણને વિલ કરવા કોઇ હક્ક અધિકાર ન હોઇ વિલ બિનઅમલી
અને રદ કરવા તથા કાયમી મનાઇહુકમ આપવા ધરમશી અરજણ સોરઠિયાએ અંજારના અધીક સિવિલ જજની
કોર્ટમાં દાવો દાખલ કરતાં જજ ડી.આર. ઠાકુરે દાવો નામંજૂર કર્યો હતો. જે હુકમથી નારાજ
થઇ ધરમશીએ અંજારની જિલ્લા કોર્ટમાં અપીલ કરી હતી જે અપીલ જજ કે.કે. શુક્લાએ મંજૂર કરી
હતી અને જજ શ્રી ઠાકુરનો ચુકાદો રદ કર્યાનું જાહેર કર્યું હતું. વાદી ધરમશી તરફે એડવોકેટ
જગદીશ એચ. વ્યાસ, આશિષ કે. ઓઝા, મોહન જે. પ્રજાપતિ દ્વારા
દલીલો કરવામાં આવી હતી.
દસ્તાવેજ
રદનો દાવો મંજૂર
અંજાર
તાલુકાના વરસામેડીના રેવેન્યૂ સર્વે નં. 368વાળી
જમીનમાં સ્વ. કાનજી ત્રિકમજી માણેકના વારસદારો યોગેશ કાનજી માણેક વિગેરેએ ભાઇઓ ભાગની
વહેંચણીના આધારે દેવરાજ આશા વરાયાનો 1977ની
સાલમાં અઘાટ વેચાણનો મૂળ દસ્તાવેજ ખોટો બન્યો હોવાનો અને તેના આધારે બનેલા ઉત્તરોત્તર તમામ દસ્તાવેજો રદ કરવાનો
દિવાની દાવો દેવરાજ આશા વરાયાના વારસદાર પુત્રો વિગેરે વિરુદ્ધ અંજારની કોર્ટમાં દીવાની
દાવો દાખલ કર્યો હતો. એડિશન સિવિલ જજ એ.એમ. વસાવાએ આધાર પુરાવાઓ અને રજૂ થયેલા દસ્તાવેજો
ધ્યાને લઇ યોગેશ માણેક વિગેરેનો દાવો નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. પ્રતિવાદીઓ તરફે
ધારાશાત્રી દિનેશ જે. રાવલ, શૈલેશ સી. હર્ષ હાજર રહ્યા હતા.