• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનના 333 સામે દ. આફ્રિકાનો વળતો જવાબ

રાવલપિંડી, તા. 21 : દક્ષિણ આફ્રિકાના અનુભવી સ્પિન બોલર કેશવ મહારાજની સ્પિન જાળમાં ફસાવવા છતાં પાકિસ્તાને બીજી ટેસ્ટમાં 333 રનનો સ્કોર નોંધાવ્યો હતો. કેશવ મહારાજે 102 રનમાં 7 વિકેટ ઝડપી હતી. મેચના આજે બીજા દિવસે લંચ સમયે પાકિસ્તાનના પહેલા દાવનો 113.4 ઓવરમાં 333 રને સંકેલો થયો હતો. જવાબમાં દ. આફ્રિકાની પણ ટપોટપ વિકેટ પડતાં મેચ બંધ રહી ત્યારે ચાર વિકેટે 185 રન બનાવ્યા હતા. ટીમ 148 રન પાછળ છે. સ્ટબ્સ 68 અને વેરેન 10 રને દાવમાં છે. દ. આફ્રિકા તરફથી માર્કરમે 32, રિકલટને 14 રન, જ્યારે ડીજોર્જીએ 55 રન બનાવ્યા હતા. પાક વતી આસિફ અફરિદીએ બે, શાહીન અફરિદી અને સાજિદ ખાને 1-1 વિકેટ ઝડપી હતી. પાકના દાવમાં કપ્તાન શાન મસૂદના 87 રન સર્વાધિક હતા. આ સિવાય અબ્દુલ્લાહ શફીકે પ7, સઉદ શકીલે 66 અને સલમાન આગાએ 4પ રન કર્યા હતા. પાક.ના બે સ્ટાર બાબર આઝમ 16 અને મોહમ્મદ રિઝવાન 19 રને આઉટ થયા હતા. પાકિસ્તાને આખરી પ વિકેટ 17 રનમાં ગુમાવી હતી.

Panchang

dd