• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

માંડવીમાં આયંબિલ તપની ઓળી પૂર્ણ થતાં તપસ્વીઓનાં પારણા

માંડવી, તા. 21 : સમસ્ત જૈન સંઘના ઉપક્રમે દાતાઓના સહયોગથી આસો માસની શાશ્વતી આયંબિલ તપના પારણાનો ઉત્સવ જૈનપુરીમાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઊજવાયો હતો.  સમારોહમાં તીર્થ રશ્મિવિજયજી મ.સા.એ ભાવિકોને આયંબિલ તપ કરવાથી થતા ફાયદાની માહિતી આપી હતી. ઓળી કરાવનારા દાતાઓની અનુમોદના કરી હતી. આયંબિલ તપની ઓળી કરનારા આરાધકોએ તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા રમેશભાઈનું સન્માન કર્યું હતું. મનસુખભાઈ શાહ તથા મયૂરીબેન મહેતાએ દાતાઓની દિલેરી બિરદાવી હતી. આયંબિલની ઓળી કરાવવાનો લાભ દાતા નર્મદાબેન દેઢિયા પરિવાર, ધનવંતરીબેન મોરબિયા, અરુણાબેન શાહ, હર્ષિદાબેન શાહ, મિનાક્ષીબેન શાહ તથા સુષ્માબેન શાહે લીધો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. માંડવીમાં ચતુર્માસાર્થે બિરાજમાન સાધુઓ, સાધ્વીઓ તથા મહાસતીજીઓની નિશ્રામાં માંડવી જૈન સમાજના પાંચેય ગચ્છના 935 તપસ્વીએ આયંબિલ તપની આરાધના કરી હતી તથા 93 તપસ્વીએ આયંબિલની ઓળી કરી હતી. કુસુમબેન સંઘવી તથા અન્ય દાતાઓએ તપસ્વીઓની અનુમોદના કરી હતી. માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ શ્રી શાહ, લહેરીભાઈ શાહ, પારસભાઈ સંઘવી, દિપેશભાઈ દોશી, નિખિલેશભાઈ ભંડારી, પુનિતભાઈ શાહ તથા હેમલભાઈ સંઘવીએ વ્યવસ્થા સંભાળી હતી.

Panchang

dd