• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છે : ભારતીય રાજદૂત

ઓટાવા, તા. 21 : કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુન:સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ કે. પટનાયકની કેનેડામાં ભારતના નવા રાજદૂત તરીકે નિમણૂક કરી છે. પટનાયકે તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતીયોને હવે કેનેડામાં સલામતી નથી લાગતી. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે, કેનેડામાં ભારતના રાજદૂત હોવા છતાં તેમણે સતત સુરક્ષા વ્યવસ્થા સાથે ફરવું પડે તે અજુગતુ લાગે છે. કેનેડાએ આ સ્થિતિને ભારતીયોની સમસ્યા તરીકે ના મૂલવવી જોઈએ. આ કેનેડાની સમસ્યા છે.

Panchang

dd