મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 21 : મથલ
ગ્રામ પંચાયત અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મથલ અને ખાંભલા ગામે નિ:શુલ્ક
રોગનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મથલ અને ખાંભલા ગામના 200 જેટલા
દર્દીએ લાભ લીધો હતો. મથલના સરપંચ હુશેનભાઈ ખલિફાએ ગ્રામ્ય વિસ્તારોમાં થતા
નિ:શુલ્ક આરોગ્ય કેમ્પને ઉપયોગી ગણાવ્યા હતા. અદાણી ફાઉન્ડેશન ડો. ધ્રુવી, ડો. સાહિલ, ડો. ચંદ્રાર્થ, ડો. મુકેશ પરમારે દર્દીઓનું નિદાન
કર્યું હતું. અદાણી ફાઉન્ડેશનમાંથી જશરાજભાઈ, કિશન પટેલ,
મનહરભાઈ ચાવડા, સી.એચ.ઓ. પાર્થભાઈ જોશી,
હસીનાબેન, નૂરબાઈ ખલીફા, કુલસુમબેન, રજિયાબેન, કોમલબેન
હાજર રહ્યા હતા.