• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

દિવ્યાંગ બાળકો, સફાઇ કામદારો સાથે દિવાળી પર્વની ઉજવણી

ભુજ, તા. 21 : જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે ભુજ નગરને સાફ-સૂથરું રાખવામાં અહમ ભૂમિકા અદા કરતા 100 જેટલા સફાઇ કામદાર સાથે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કમલાવંતીબેન શશિકાંતભાઇ મોરબિયા તથા અન્ય દાતાઓનો સહયોગ મળ્યો હતો. મીઠાઇ-ફરસાણના વિતરણ સાથે વ્યસનો-કુરિવાજોને તિલાંજલિ આપવા અને બાળકોને શાળાએ મોકલવા આહ્વાન કરાયું હતું. વી.જી. મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, ડો. રૂપાલીબેન મોરબિયા, હર્ષદભાઇ નિર્મલ, ભાવનાબેન જોશી, પ્રેમિલાબેન પટેલ વિગેરે કાર્યકરો જોડાયા હતા. તો માંડવીની અંધ-અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં દીપોત્સવની ઉજવણી કરાઇ હતી. મુખ્યદાતા કમલાવંતીબેન શશિકાંતભાઇ મોરબિયા તથા અન્ય દાતાઓના સહયોગથી મહાવીર પ્રભુના 2552મા નિર્વાણ કલ્યાણકની પાક્ષિક ઉજવણી અંતર્ગત આયોજન કરાયું હતું. દિવ્યાંગ છાત્રાઓને પ્રોત્સાહિત કરતાં સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાએ જીવનમાં ક્યારેય નાસીપાસ ન થવા જણાવ્યું હતું. કૌશિક મહેતા, મમતાબેન ભટ્ટ, ભાવનાબેન જોશી, રીસાદ દવે, પ્રવીણાબેન પાટોડી, શૈલેશભાઇ મીઠાવાલા, દિનેશ શાહ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

Panchang

dd